સુરતની અઠવાલાઈન્સની TMT કોલેજમાં વિદ્યાર્થીનીએ બીજા વિદ્યાર્થીનીનું રેગિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. કોલેજમાં ચિત્રો બનાવી BCAની વિદ્યાર્થિનીનું રેગિંગ કરાયું છે. વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા કોલેજના પ્રિન્સિપાલને મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. મામલો VNSGUએ પહોંચતા યુનિવર્સિટીએ કોલેજ પાસે CCTV ફૂટેજ સહિત સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવ્યો છે.


TMT કોલેજમાં વિદ્યાર્થીનીએ બીજા વિદ્યાર્થીનીનું રેગિંગ 

શહેરની અઠવાલાઈન્સમાં આવેલી તનુબેન ડો. મનુભાઈ ત્રિવેદી કોલેજમાં BCAની વિદ્યાર્થિનીનું રેગિંગ કરાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભોગ બનનારી વિદ્યાર્થિની અનુસાર મંગળવારના દિવસે કોલેજમાં તેની સાથે મજાક ઉડાડવમાં આવી હતી. ચિત્રો બનાવી તેની મજાક કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થિનીએ તેમના માતા-પિતાને આ મામલે જાણ કરી હતી. વિદ્યાર્થીનીના વાલીએ કોલેજમાં મૌખિક ફરિયાદ કરી હતી.

 BCAની વિદ્યાર્થિનીનું રેગિંગ કરાયું

આ ઘટના અંગે બીસીએ કોલેજના પ્રિન્સિપાલે તાત્કાલિક રેગિંગ કમિટીને ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યો હતો. કોલેજમાં વિદ્યાર્થિનીઓ વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીઓએ મજાક મસ્તી કરતા મામલો ગરમાયો હતો. જેની અસર ભોગ બનનાર વિદ્યાર્થિની પર પડી હતી. ભોગ બનનાર વિદ્યાર્થિનીના વાલીએ મૌખીક ફરિયાદ કરતા કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


  • Follow us on: