દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરત પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવતા અમરોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલો રૂપિયા 8.59 લાખની કિંમતનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે મનોજ ચતુરભાઈ દેવીપૂજક સહિત એક મહિલા અને એક પુરુષ એમ કુલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસને મળેલી બાતમીના આધારે અમરોલી પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, આરોપી મનોજ દેવીપૂજક દ્વારા કોઈપણ પ્રકારની ફાયર NOC, સર્ટીફીકેટ કે પરમીટ વગર ફટાકડાનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બે અલગ-અલગ બિલ્ડિંગોના પાંચ જુદા-જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં આ ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો, જે ગેરકાયદેસર રીતે ફાયર સેફ્ટી વગર સંગ્રહવામાં આવ્યો હતો.










