સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે એક અત્યંત દુખદ અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ઓવર બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહેલી એક જ બાઈક પર સવાર 4 યુવકો અચાનક નીચે પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડી રહ્યો છે.
ઘટના સ્થળનું રહસ્ય, બ્રિઝના વળાંક પર સ્ટીરિંગમાંથી કાબૂ ગુમાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કુડસદ ગામના રેલવે ઓવર બ્રિજ પરથી જ્યારે આ બાઈક પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ બ્રિજ પર એક તીવ્ર વળાંક આવ્યો હતો. વળાંકનો અંદાજ ન આવવાને કારણે ઓવર સ્પીડ બાઈક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. બાઈક અનિયંત્રિત થઈને સીધી બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી અને ચારેય યુવકો હાઇ-લેવલ બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

