સુરતમાં BRTS બસ ચાલકો બેફામ બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાંડેસરામાં BRTS બસ ચાલકે અકસ્માત કર્યો છે. દક્ષેશ્વર પાસે ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી ગયા હતા. બસ થાભંલા સાથે અથડાય હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. BRTS બસનો અકસ્માત થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.


[[$googlead]]

સુરતમાં BRTS બસ ચાલકો બેફામ બન્યા

[[$alsoread]]

પાંડેસરા દક્ષેશ્વર પાસે BRTS અકસ્માતની ઘટના સામે આવી છે. BRTS બસ ડાઇવર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. જોકે BRTS બસ ને ભારે નુકશાન પહોંચ્યું છે. તમામ મુસાફરો તાતકાલિક નીચે ઉતારાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

 BRTSના અકસ્માતની ઘટના

સુરત શહેરમાં અગાઉ પણ BRTSના અકસ્માતની ઘટના ઓ સામે આવી છે. જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર બેફામ ચાલતી બસ સામે પાલિકા કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું. પાંડેસરા દક્ષેશ્વર પાસે BRTS અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. BRTS બસનો અકસ્માત થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.


  • Follow us on: