સુરતમાં બદલતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી છે. સુરત શહેરમાં પાણી અને ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. વેસુમાં ઝાડા-ઊલટી થતા 19 વર્ષીય યુવકનું મોત થયું છે. તબિયત વધુ લથડતા સિવિલમાં દાખલ કરાયો હતો. સિવિલમાં દાખલ કરાતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકન બેભાન થતા સિવિલમાં દાખલ કરાયો હતો.
વેસુમાં ઝાડા-ઊલટી થતા 19 વર્ષીય યુવકનું મોત
શહેરમાં ચોમાસાની ઋતુના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા, ઉલટી, શરદી- ખાંસી, તાવ જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગતરોજ 19 વર્ષીય યુવકનું ઝાડા-ઊલટી થતા મોત થયું છે. બેભાન સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
વરસાદના કારણે શહેરમાં રોગચાળો વધ્યો
વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું દૂષિત પાણી પ્રવેશ્યું હતું. વરસાદના કારણે શહેરમાં રોગચાળો વધ્યો છે. જેમાં પાણી જન્ય રોગોના કેસ વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કારણે કેસ વધી રહ્યા છે. પાલિકા દ્વારા લોકોને ટૂંકા કપડા ન પહેરવા, ઉકાળેલું પાણી પીવા, બહારનો ખોરાક લેવાનું ટાળવું તથા થોડી પણ બીમારી જણાય તો તબીબની સલાહ લેવા કહેવામાં આવી રહ્યું છે.









