સુરત શહેરમાં ગેરકાયદે નશીલા પદાર્થો અને ડ્રગ્સના વેચાણને ડામવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા વિસ્તારમાં આવેલા ગૌસિયા કબ્રસ્તાન પાસેથી પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક બહારના શખ્સને રંગે હાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
જબીર ઉર્ફે જબા હારૂન શેખ પાસેથી 977.5 ગ્રામ ગાંજો જપ્ત
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ જબીર ઉર્ફે જબા હારૂન શેખ તરીકે થઈ છે. પોલીસે તેની અંગજડતી અને વાહનની તપાસ કરતા તેની પાસેથી કુલ 977.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરવામાં આવેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂપિયા 48,875 જેટલી થાય છે. પોલીસ દ્વારા ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન અને અવર-જવર માટે ઉપયોગમાં લેવાયેલ ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 1,09,955 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

