સુરત શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ આનંદ-ઉલ્લાસ વચ્ચે ફટાકડા ફોડતી વખતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે દાઝી જવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, તારીખ 4 નવેમ્બરથી 13 નવેમ્બર એમ 10 દિવસના તહેવારોના ગાળા દરમિયાન ફટાકડાથી દાઝવાના કુલ 50 કેસ નોંધાયા છે. ખાસ કરીને દિવાળીની રાત્રે જ સૌથી વધુ દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેમાં 26 જેટલા માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
સુરતમાં ફટાકડાથી દાઝવાના ચોંકાવનારા આંકડા
દિવાળી પર્વની શરૂઆતથી લઈને 4 નવેમ્બરથી 13 નવેમ્બર દરમિયાન ફટાકડા ફોડતી વખતે અકસ્માતે દાઝી ગયેલા કુલ 50 દર્દીઓ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.તહેવારના મુખ્ય દિવસે એટલે કે દિવાળીની રાત્રે જ ફટાકડાથી દાઝવાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં 26 બાળકો સહિત મોટી સંખ્યામાં દર્દીઓ ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા.
