પ્રકાશ અને ઉત્સવના મહાપર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં ફટાકડાના તણખા અને શોર્ટ સર્કિટના કારણે આગની વણઝાર યથાવત જોવા મળી છે. તહેવારની ઉજવણી વચ્ચે શહેરના અનેક રહેણાંક, વ્યાવસાયિક અને ખુલ્લા વિસ્તારોમાં આગ ભભૂકી ઊઠતાં સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ તંત્ર આખી રાત શહેરના રસ્તાઓ પર સાયરનો વગાડતું દોડતું રહ્યું હતું. માત્ર દિવાળીની એક જ રાતમાં સમગ્ર સુરત શહેરમાં કુલ ૯૪ સ્થળોએ આગના બનાવો નોંધાયા હતા. આ ઉપરાંત, તહેવારના માહોલ વચ્ચે છેલ્લા 20 કલાકના સમયગાળામાં ફાયર કંટ્રોલ રૂમમાં આગ અને ઇમરજન્સીના કુલ ૧૫૦ કોલ નોંધાયા હતા. ફાયર ફાઈટરોની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી તમામ સ્થળોએ પરિસ્થિતિ કાબૂમાં લઈ લેતાં સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફટાકડાના તણખાથી આગની ઘટનાઓ

 દિવાળીના તહેવાર દરમિયાન શહેરભરમાંથી સતત ઇમરજન્સી કોલ આવતા રહ્યા હતા. છેલ્લા 20 કલાકમાં 150 સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ સામે આવી હતી. ખાસ કરીને દિવાળીની મોડી સાંજથી વહેલી સવાર સુધીમાં 94 જેટલા સ્થળોએ ફટાકડાના તણખા, રોકેટ કે અન્ય કારણોસર કચરાના ઢગલા, મકાનોની બાલ્કની, દુકાનો અને ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી.ફાયર જવાનોની ત્વરિત અને સક્રિય કામગીરીના કારણે કોઈ પણ સ્થળે આગ વિકરાળ બની શકી નહોતી અને કોઈ નાગરિક દાઝ્યા કે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ નથી.

સુરતમાં દિવાળીની રાત્રે લાગેલી આગ છેલ્લા 6 વર્ષની તુલના

વર્ષદિવાળીની રાત્રે નોંધાયેલા આગના કોલનોંધ / પરિસ્થિતિ
2021153કોરોના પછીનો સૌથી મોટો આંકડો
202253સૌથી ઓછા કોલ નોંધાયા હતા
2023125ફરીથી આગના બનાવોમાં મોટો ઉછાળો
2024120સતત ઊંચા સ્તરે રહેલા બનાવો
2025105100 થી વધુ કોલનો સિલસિલો યથાવત
202694ગત વર્ષો કરતાં ઘટાડો, છતાં 20 કલાકમાં કુલ 150 કોલ


આ પણ વાંચો: Gandhinagar: દિવાળીના તહેવારોમાં રાજ્યમાં વીજ વપરાશમાં મોટો કડાકો, 5 દિવસમાં 4517 મેગાવોટ ઘટી વીજ માંગ