સુરત જિલ્લાના માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને બે અજાણ્યા શખ્સોએ નાણાં ઉઘરાવ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. આ બનાવને પગલે રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.


[[$googlead]]

 સ્નેહમિલન સમારોહમાં ખુલાસો

આ ઘટનાનો ખુલાસો કુંવરજી હળપતિએ જાતે જ કર્યો હતો. અરેઠ તાલુકાના કરંજ ગામે માંડવી તાલુકા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે પ્રવચનની શરૂઆતમાં જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો કર્યો હતો. કુંવરજી હળપતિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મેં ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નથી. તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારો અને લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, "મારું નામ લઈને કોઈ પૈસા માંગવા આવે તો મને સીધો ફોન કરજો.

 દિવાળીના નામે કોણ કરી ગયું કળા?

પ્રાપ્ત માહિતી મુજબ, દિવાળીના પર્વ દરમિયાન આ બે શખ્સોએ કીમ ચારરસ્તા GIDC વિસ્તારના ઉદ્યોગકારો પાસેથી ધારાસભ્યના નામે ઉઘરાણું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બે શખ્સો કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને ઉદ્યોગકારો પાસેથી નાણાં પડાવી ગયા હોવાની ફરિયાદ ઊઠતાં, કાર્યક્રમમાં હાજર ઉદ્યોગકારો અને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી કે દિવાળી પર કોણ 'કળા' કરી ગયું? આ સ્નેહમિલન સમારોહમાં ઔદ્યોગિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં કુંવરજી હળપતિ ઉપરાંત ગણપત વસાવા અને સુરત રેન્જ IG પ્રેમવીર સિંઘ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

[[$alsoread]]
  • Follow us on: