સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસનો પહેલો દર્દી નોંધાયો સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે જેમાં યુવતીને સારવાર અર્થે નવી સિવિલમાં દાખલ કરાઇ છે, બારડોલીની યુવતીને લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષણ દેખાતા દાખલ કરાઇ હતી, વર્ષ 2024માં લેપ્ટોસ્પાઇરોસિસના 22 દર્દી નોંધાયા હતા અને 5ના મોત થયા હતા.
દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ હાહાકાર મચાવે છે
આ વર્ષે સુરત જીલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ દર્દી ઝપેટમાં આવ્યો છે, યુવતીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અતંરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસિસનો તરખાટ જોવા મળતો હોય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લામાં લેપ્ટોના પ્રથમ કેસ નોંધાયો છે, લેપ્ટોસ્પાયરોસિસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.
લેપ્ટોસ્પાઇરોસિસના લક્ષ્ણો
આ એક ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણો નહિવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ અને ગંભીર પણ શઈ શકે છે જેમ કે ફેફસા માંથી લોહી વહેવું અથવા મિનીનજાઈટીસ જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે.જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
લેપ્ટોસ્પાઇરોસિસનું નિદાન કઈ રીતે થાય
મનુષ્યોમાં આશરે ૧૩ પ્રકારના અનુવંશિક રોગોનું કારણ બની શકે છે. તે જંગલી અને પાલતુ બંન્ને પ્રાણીઓ દ્વારા ફેલાય છે.સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે.તે ઘણી વખત પ્રાણીના મૂત્ર, પાણી અથવા પ્રાણીના મૂત્ર વાળી માટી દ્વારા ફેલાઈ છે જે ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે.વિકસતા વિશ્વમાં આ રોગ સૌથી સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે કે જેઓ શહેરમાં રહે છે.વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્દભવે છે કે જેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃતિઓમાં સંકળાયેલા છે.નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિઆ વિરૂદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના DNA શોધીને થાય છે.









