સુરત શહેરના સંવેદનશીલ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ દુકાનદારે છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના મહિધરપુરામાં બાળકી સાથે દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, મહિધરપુરા વિસ્તારમાં સિલાઈ કામની દુકાન ચલાવતા 34 વર્ષીય સલમાન અલી નામના વ્યક્તિએ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. આરોપીએ નજીકમાં રહેતી 6 વર્ષની બાળકીને ચોકલેટ અને બિસ્કિટ આપવાની લાલચ આપી હતી. બાળકી તેની લાલચમાં આવી જતાં, નરાધમ સલમાન અલી તેને તેની દુકાનની બાજુમાં આવેલા એક ગોડાઉનમાં લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને તીવ્ર દુઃખાવો ઉપડતાં તેણે સમગ્ર હકીકત પોતાના માતા-પિતાને જણાવી હતી. આઘાત અને ગુસ્સાથી વ્યથિત માતા-પિતા તાત્કાલિક બાળકીને લઈને મહિધરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.










