સુરતમાં સોના-ચાંદીના ભાવમાં મોટા ઘટાડા બાદ રોકાણકારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ઓલટાઈમ હાઈ ભાવે સોનું કે ચાંદી ખરીદનારા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાવ ક્યારે ફરી તે સ્તરે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. બજારમાં અચાનક આવેલા ઘટાડાને કારણે ખરીદી કરનારા અને રોકાણ કરનારા લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. જોકે, ભાવ ઘટ્યા બાદ આજથી સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે.

ગભરાયેલા રોકાણકારો જ્વેલર્સ પાસે પહોંચ્યા

ભાવમાં ઘટાડા બાદ ગભરાયેલા રોકાણકારો જ્વેલર્સ પાસે પહોંચ્યા હતા અને સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. જ્વેલર્સે સ્ટોક માર્કેટની જેમ ભાવ વધ-ઘટ થતા હોવાની સમજ આપી છે. બજારની સામાન્ય પ્રક્રિયા મુજબ સોના-ચાંદીના દરોમાં ઉતાર-ચઢાવ આવતા રહેતા હોવાનું જ્વેલર્સે રોકાણકારોને જણાવ્યું હતું, જેથી તાત્કાલિક ગભરાટમાં કોઈ નિર્ણય ન લેવા અંગે પણ સમજ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં ભાવ વધશે તો રોકાણકારોને જ ફાયદો

જ્વેલર્સનો દાવો છે કે આગામી દિવસોમાં ભાવ વધશે તો રોકાણકારોને જ ફાયદો થશે. હાલ રોકાણકારોમાં મૂડી ઘટવાનો ડર જોવા મળી રહ્યો છે, પરંતુ ભાવ ફરી વધવાની આશા પણ બરકરાર છે. સુરતના બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડા અને ત્યારબાદ આજથી શરૂ થયેલા વધારા વચ્ચે રોકાણકારો આગામી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો