આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે. ત્યારે ઉત્તર ભારતમાં દિવાળી અને છઠપૂજાનું વધુ મહત્વ હોવાથી સુરતથી ઉપડતી ટ્રેનોમાં અત્યારથી જ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. સુરતથી પસાર થતી તમામ ટ્રેનો અત્યારથી જ પેક થઈ ગઈ છે. આ ઉપરાંત નિયમિત અને એકસ્ટ્રા ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ થઈ ગયું છે.
તમામ ટ્રેનો ફૂલ થઈ જતાં વધુ ટ્રેન ફાળવવા લોકોએ માગ કરી
સુરતથી ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં અત્યારથી જ બુકિંગ ફૂલ થઈ ગયું છે. પરપ્રાંતિય મુસાફરોએ અત્યારથી જ બુકિંગ કરાવી લીધું છે. જેના કારણે નિયમિત અને એકસ્ટ્રા ટ્રેનોમાં પણ બુકિંગ ફૂલ થઈ ગયું છે. માત્ર ચાર જ દિવસમાં તમામ ટ્રેનો પેક થઈ ગઈ છે. દિવાળી અને છઠ પૂજા માટે પરપ્રાંતિય લોકો પોતાના વતન તરફ જતા હોય છે. તમામ ટ્રેનો ફૂલ થઈ જતાં વધુ ટ્રેન ફાળવવા લોકોએ માગ કરી છે.













