સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મગદલ્લા, હજીરા રોડ, સચિન અને ખજોદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે જ્યારે પીપલોદ, વેસુ, અલથાણ, અને પાંડેસરામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. આ વરસાદથી લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે.


[[$googlead]]

હવામાન વિભાગની આગાહી સાચી પડી

હવામાન વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પુરવાર થઇ છે. બીજા દિવસે પણ વરસાદનું આગમન થતાં ખેડૂતો અને શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદથી જળાશયોમાં પાણીની આવક થવાની પણ આશા છે.

[[$alsoread]]

વાતાવરણમાં ઠંડક અને લોકોમાં ખુશી

સતત બે દિવસના વરસાદને કારણે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. ગરમી અને બફારાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંતુ વરસાદે વાતાવરણને આહલાદક બનાવી દીધું છે. લોકોએ પણ વરસાદની મજા માણી હતી અને ખાસ કરીને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


  • Follow us on: