સુરત જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં પાણીની ભારે આવક થતા જળસ્તર સતત વધુ રહ્યું છે જેના પરિણામે જનજીવન પર અસર વર્તાઈ રહી છે.
કીમથી નેશનલ હાઇવે જવાનો રસ્તો થયો બંધ
વરસાદી પાણીના ઘસમસતા પ્રવાહને કારણે કીમ નદી પર આવેલો હાઈ બેરલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે બની છે. જ્યાં આ મહત્વનો બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં કીમથી નેશનલ હાઈવે તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઇ ગયો છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ રસ્તો બંધ થવાથી વાહનચાલકોને હવે વધારાનો 10 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને નેશનલ હાઈવે સુધી પહોંચવાનો વારો આવ્યો છે. '
તંત્ર દ્વારા સલામતી પગલાં લેવા માંગ
ચોમસામાં નદીઓમાં પાણીની આવક વધવી સામાન્ય છે પરંતુ આવા મહત્વના બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલોઓનો સામનો લારવો પડે છે. તંત્ર દ્વારા સલામતી માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે અને લોકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.









