સુરત શહેરના મુખ્ય ટેક્સટાઇલ હબ ગણાતા વરાછા, પુણા-સીમાડા, સરથાણા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ પર હોટફિક્સ (નંગ અને ડાયમંડ ચોંટાડવા) નું કામ મોટા પાયે ચાલે છે. આ યુનિટ્સ મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી અને તેનાથી ઉત્પન્ન થતો નકામો કચરો જાહેર રસ્તાઓ કે ડમ્પિંગ સાઇટ પર જતો હોવાથી સ્થાનિક સ્તરે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.

હોટફિક્સ વેસ્ટ પ્રશ્ને લેવાયા મહત્વના નિર્ણયો

https://twitter.com/sandeshnews/status/2094720334725571066

સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યા

તકનીકી રીતે હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. હોટફિક્સ સીટો કે સામગ્રી પાછળ ગુંદરનું ખાસ સ્તર હોવાના કારણે તેનું સામાન્ય પ્લાસ્ટિકની જેમ રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બને છે. નિયમ મુજબ આ કચરાના સુરક્ષિત નિકાલની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની રહે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા વિકટ બની હતી.

સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ

આ સમસ્યાના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે SMC દ્વારા પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાને અલગથી એકત્રિત કરવા માટે ખાસ પ્લોટ ફાળવવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે.

SMC અધિકારીઓ સાથે હાઇલેવલ વર્ચ્યુઅલ બેઠક

આ ગૃહઉદ્યોગ સાથે હજારો નાના વેપારીઓ અને ગરીબ કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે, તેથી કોઈ કડક પગલાંથી તેમની રોજીરોટી છીનવાય નહીં તેનું ખાસ ધ્યાન રખાશે. બેઠક બાદ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે, બંને વચ્ચે સંતુલન જાળવીને ઉકેલ લાવવામાં આવશે.” SMC દ્વારા ટૂંક સમયમાં હોટફિક્સ કચરાના યોગ્ય કલેક્શન અને વૈજ્ઞાનિક નિકાલ માટેની નીતિ ઘડીને અમલમાં મૂકવામાં આવશે, જેથી રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે.

આ પણ વાંચો: Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત