સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે, સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે જેમાં જળશક્તિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, ઝીંગા તળાવ પૂર માટે જવાબદારને કલેક્ટરે પત્ર લખ્યો હતો અને પત્ર લખ્યા બાદ ગેરકાયદે તળાવનો વિષય ચર્ચાયો હતો, અગાઉ પાલિકાએ તમામ ઝીંગા તળાવ દૂર કર્યા હતા.
ખાડી કિનારે આવેલા તમામ ઝીંગા તળાવ અગાઉ દૂર કર્યા
સુરતમાં જળ શક્તિ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગેરકાયદેસર ઝીંગા તળાવનો મુદ્દો ગાજયો હતો જેમાં સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવ દૂર કરવા સી.આર.પાટીલે આદેશ કર્યો છે, કલેકટરની અધ્યક્ષતામાં ડેપ્યુટી કલેક્ટર તથા સિંચાઈ વિભાગ સહિતના વિભાગની બેઠક મળી હતી અને ઝીંગા તળાવ દૂર કરવાનો ખર્ચો સિંચાઈ વિભાગ કરશે, સુરતના મેયરે ખાડી પૂર માટે જવાબદાર ઝીંગા તળાવને ઠેરવી કલેકટરને પત્ર લખ્યો હતો, જો કે પાલિકાએ ખાડી કિનારે આવેલા તમામ ઝીંગા તળાવ અગાઉ દૂર કરી દીધા છે.
ઝીંગા તળાવ તોડવા એકશન પ્લાન તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે ગભેણી, ખજોદ, આભવા, તલંગપોર તથા એરપોર્ટની આસપાસના વિસ્તારની સરકારી જમીન પર સંખ્યાબંધ ગેરકાયદે ઝીંગા તળાવનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદાથી ઝીંગા માફિયાઓએ વર્ષોથી જમીન પર કબજો કરી રાખ્યો છે. ત્યારે આ ઝીંગા માફિયાઓને તગેડી મૂકી પાઠ ભણાવવા સરકારી તંત્ર સક્રિય થયું છે. ખાસ કરીને સરકારી જમીન પરના તમામે તમામ ગેરકાયદે ઝીંગા તળાવ તાત્કાલિક અસરથી દૂર કરવા જણાવ્યું હતું. ખાડીને નડતરરૂપ હોય કે નહીં હોય પરંતુ સરકારી જમીન પર ઊભેલા તમામે તમામ ગેરકાયદે ઝીંગા તળાવ તોડી પાડવા આદેશ આપ્યો હતો. દરમિયાન સોમવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં ઝીંગા તળાવ તોડવા સંદર્ભે એક્શન પ્લાન તૈયાર કરાશે.









