સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આસ્તિક નગરમાં એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લિંબાયતના આસ્તિક નગરમાં રહેતા એક યુવક પર અચાનક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંક્યા હતા.


એક યુવક પર અજાણ્યા શખ્સો એ ચપ્પૂ વડે હુમલો કર્યો

હુમલા એટલા ગંભીર હતા કે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાનો ભયાનક અંજામ આપીને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.

યુવક નું ઘટના સ્થળે જ મોત થયું, અજાણ્યા ઈસમો હત્યા કરી ફરાર

જેથી હત્યારાઓની ઓળખ થઈ શકે. ઉપરાંત મૃતકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી હતી કે યુવકની કોઈની સાથે દુશ્મનાવટ હતી કે કેમ. પોલીસ આ હત્યાને અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર થઈ હશે તે દિશામાં પણ તપાસ કરી હતી. લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આ ઘટનાને કારણે આસ્તિક નગર અને આસપાસના વિસ્તારોમાં ભય અને શોકનું વાતાવરણ છે.


  • Follow us on: