શ્રાવણ મહિનાના આરંભ સાથે ધાર્મિક પર્વોની પણ શરૂઆત થઈ જાય છે. શ્રાવણ મહિનામાં બાબા ભોલેનાથની પુજા-અર્ચના શરૂ થવા સાથે આગળ જતા જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દુર્ગાપુજા, દિવાળી, લક્ષ્મીપુજન સહિતની ઉજવણી થાય છે. ત્યારે ધાર્મિક પર્વોની ઉજવણી દરમિયાન ભગવાનના વાઘા દેશભરમાંથી સુરતમાં બનતા ધાર્મિક કાપડની ભારે માગ જોવા મળી રહી છે.


[[$googlead]]

વેલવેટમાં 90થી 200 રૂપિયાની રેન્જમાં ભારે ડિમાન્ડ

આગામી મહિનામાં આવી રહેલા જન્માષ્ટમીના પર્વને લઈ જુલાઈ મહિનાના આરંભ સાથે બહારની મંડીઓમાંથી વેપારી સુરતના કાપડ બજારમાં આવવાના શરૂ થઈ ગયા છે. જરી બ્રોકેટ અને વેલવેટ કાપડ બાદ હવે ગત વર્ષથી સુરતમાં લડ્ડ ગોપાલ (ક્રિષ્ણકન્હેયા)ના તૈયાર વસ્ત્રોનું પણ ઉત્પાદન શરૂ થઈ ગયું હોય આ વર્ષે તેની પણ ભારે ડિમાન્ડ છે. જેને લીધે સુરતના ધાર્મિક વસ્ત્રોના વેપારીઓને સારો એવો વેપાર મળવાની આશા છે. જરી બોકેટમાં 50થી 100 રૂપિયા અને વેલવેટમાં 90થી 200 રૂપિયાની રેન્જમાં ભારે ડિમાન્ડ છે.

[[$alsoread]]

સુરતમાં ધાર્મિક કાપડના 125થી 150 જેટલા વેપારીઓ

મથુરા અને વૃંદાવનમાં બનતા લડ્ડુ ગોપાલના વસ્ત્રો ખુબ જાણીતા છે. જોકે હવે સુરતમાં પણ ગત વર્ષથી લડ્ડ ગોપાલના વસ્ત્રોનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. લડુ ગોપાલના વસ્ત્રોમાં ડાયમંડ, રાધાક્રિષ્ણ, રાધે-રાધે જેવા નામ લખવા સહિતનું વેલ્યૂ એડીશન મશીન પર થતું હોય કોસ્ટિંગ ઓછું આવે છે. જેથી હોલસેલ માર્કેટમાં તેનો ભાવ રૂપિયા 40થી 150 સુધીની રેન્જ રહે છે. 0થી 6 નંબરની સાઈઝના વસ્ત્રોની ભક્તોમાં વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. જય શ્રીકૃષ્ણ, સાતીયા, જય શ્રીરામ, ઓમ નમ શિવાય, જય માતાદી જેવા ભગવાનના નામ લખેલા જરી બ્રોકેટ અને વોલ્વેટના કાપડની સૌથી વધુ ડિમાન્ડ છે. સુરતમાં બનતા ધાર્મિક વસ્ત્રો ગુજરાતના બીજા શહેરોની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, કોલકાતા, આસામ, મધ્યપ્રદેશમાં તો જાય જ છે, તેની સાથે લંડન, કેનેડા અને મોરેશિયસ જેવા દેશોમાંથી પણ સુરતના ધાર્મિક કાપડની માગ છે. સુરતમાં ધાર્મિક કાપડના 125થી 150 જેટલા વેપારી છે. દર વર્ષે ધાર્મિક કાપડની માગમાં 10થી 15 ટકાનો વધારો થઈ રહ્યો છે.

  • Follow us on: