સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતા તાપી નદી પરના પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ મુદ્દે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ બ્રિજનું કામ વિલંબ વગર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી છે.
નાગરિકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે
કુમાર કાનાણીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે,અશ્વિનીકુમાર અને ઉત્રાણને જોડતો આ રિવર બ્રિજ છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાના બજેટમાં સામેલ કરવામાં આવ્યો છે.આમ છતાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું નથી.આ નવો બ્રિજ બનવાથી વરાછા મેઈન રોડ પર રહેતું ટ્રાફિકનું ભારે ભારણ ઘટશે અને દરરોજ અહીથી પસાર થતા લાખો વાહનચાલકો તથા વિસ્તારના નાગરિકોના કિંમતી સમય તેમજ ઇંધણની મોટી બચત થશે.કતારગામ વિસ્તારના જ મહાનગરપાલિકાના એક કોર્પોરેટર દ્વારા આ બ્રિજને ખર્ચાળ ગણાવીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
