સુરતીઓ ભજીયાના શોખીન છે પરંતુ સુરત મહાનગરપાલિકાની ગુરુવારની સામાન્ય સભામાં પીરસાયેલા ભજીયાના ભાવ જાણીને ભજીયાના શોખીનો પણ ચોંકી જાય તેવી સ્થિતિ છે.દિવાળી પહેલાંની સામાન્ય સભામાં નગરસેવકો,અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે અંદાજે 200 રૂપિયા કિલોના ભાવના ભજીયાનો ઓર્ડર અપાયો હતો.પદાધિકારીના દબાણથી અથવા તો ઓળખાણથી મંગાવેલા ભજીયામાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતાં 750 રૂપિયે કિલોના ભાવના ભજીયાની મોંઘી મિજબાની કરવામાં આવતાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.
બજારમાં સરેરાશ 400 રૂપિયે કિલોના ભાવે ભજીયા મળે છે
પાલિકા વર્તુળમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ,બજારમાં સરેરાશ 400 રૂપિયે કિલોના ભાવે ભજીયા મળે છે.જોકે પાલિકાની સામાન્ય સભામાં હવે માનીતાઓને ત્યાંથી નાસ્તો મંગાવવા પર જોર પાલિકામાં પદાધિકારીઓની નવી ટર્મમાં હવે નાસ્તો મંગાવવા મુદ્દે પણ નવી જ અચરજ પમાડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જાણીતા અને વર્ષોથી જોડાયેલા વિક્રેતાઓની જગ્યાએ માનીતાઓને ત્યાંથી નાસ્તો મંગાવવા પર ભાર-જોર અપાઇ રહ્યું છે.800 રૂપિયે કિલોના ભાવના ભજીયા પણ તેનું જ પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.દિવાળીના તહેવારની ઉજવણીમાં નાસ્તાની વ્યવસ્થા કરવી સ્વાભાવિક છે, પરંતુ પ્રજાના પૈસે ખર્ચ કરતી વખતે બજાર ભાવ અને કરકસરનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી હોવાની ચર્ચા ચાલી છે.
