સુરતના હજીરામાં ગઈ કાલે યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં યુવકને કોઈ બોથડ પદાર્થમારી હત્યા કરવામાં આવી હતી. યુવકને હાથ પગ બાંધી હત્યા કરી અવાવરૂ જગ્યા પર ફેકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. આખરે પોલીસે આ હત્યાનો ભેદ ઉકલી નાખ્યો છે. આ હત્યા મિત્રોએ મળીને બીજા મિત્રની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હજીરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો













