સુરત જિલ્લાના માંગરોળમાં એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. માંગરોળના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક અજાણી મહિલાનો મૃતદેહ ટ્રોલી બેગમાં પેક કરેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
માંગરોળમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
સ્થળ: માંગરોળના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં, રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલો રોડ આવેલો છે. મહિલાની હત્યા કરીને મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. મૃતક મહિલાની ઉંમર આશરે 25 વર્ષની હોવાનું અનુમાન છે.યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાના ઈરાદા તરફ ઈશારો કરે છે.










