સુરતના ઉધનામાં ગોડાઉનમાં આગ લગાવનાર આરોપી ઝડપાયા છે. શહેરમાં કુરિયરના ગોડાઉનમાં 8 શખ્સોએ આગ લગાવી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. વિશાલ ચૌધરી અને રવિ સરોજની ધરપકડ કરી છે, જ્યારે 6 ફરાર હજુ ફરાર છે. આરોપીઓએ ધંધાર્થે માથાકૂટની અદાવત રાખી આગ લગાવી હતી. આગ લગાવતા પહેલા આસપાસના ઘર બંધ કરી દીધા હતા.
ઉધનામાં ગોડાઉનમાં આગ લગાવનાર આરોપી ઝડપાયા
ઉધના વિસ્તારમાં કુરિયર ગોડાઉન આગ લગાડવાનો મામલે પોલીસે બે આરોપી ઝડપી લીધા છે.ઉધના પોલીસે ગોડાઉનમાં આગ લગાવવાના કેસમાં 8 આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજ નામના બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આગ લગાવનાર છ આરોપી વોન્ટેડ જાહેર કર્યા છે.
ધંધાર્થે થયેલ માથાકૂટની અદાવતમાં ગોડાઉનમાં આગ લગાવી
અગાઉ કુરિયરના ધંધાર્થે થયેલ માથાકૂટની અદાવત રાખી ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી. સમગ્ર ઘટના કુરિયર ગોડાઉનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ભાગી ગયેલ છ આરોપીઓ દુકાનમાં અંદર પ્રવેશી પેટ્રોલ છાંટી ગોડાઉન સળગાવી દીધું હતું. પકડાયેલા બંને આરોપીઓ આસપાસના ઘરોના બહારથી દરવાજા બંધ કરી રેકી કરી હતી. આ ઘટનામાં ગોડાઉનમાં રહેલ 14 લાખની વધુનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો. આગ લગાવનાર ફરાર મુખ્ય છ આરોપી પૈકી એક આગ લગાવતા દાઝી પણ ગયો છે. ઉધના પોલીસે તમામને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી છે.









