સુરતમાં શહેરમાંથી અંગદાનની ઘટના સામે આવી છે. છત્તીસગઢના અને હાલ સુરતમાં કામ કરતા ધર્મેન્દ્ર કુમાર બ્રેઈન ડેડ થયા પરિવારે લીવર અને બે કિડની દાન કરી 3 લોકોને નવું જીવન બક્ષ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ અંગદાન કરાવવામાં આવ્યું છે. તેમના પરિવારે હિંમત દાખવી અને સામજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.


સુરતમાં અંગદાનથી ત્રણ લોકોને નવું જીવ

ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાન થયું છે. આ અંગદાનથી ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. 30 વર્ષય ધર્મેન્દ્ર કુમાર ઘરે દાદર ચઢતી વખતે પડી ગયા હતા. જ્યાં માથામાં ગંભીર ઈજાઓ આવતા બ્રેન ડેડ થયા હતા. જ્યાં નિષાદ પરિવારે બે કિડની લિવરનું અંગદાન કરી ત્રણ લોકોને નવું જીવન આપ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા 25મું અંગદાન કરવામાં આવ્યું છે.

લીવર અને બે કિડની દાન કરી

ધર્મેન્દ્ર કુમાર યોગીચોક વિસ્તારમાં રહેતા હતાં. તેઓ પોતાના ઘરના દાદર પરથી પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન ડોક્ટરની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલના મેડિકલ એડમિને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કરી ફાઉન્ડેશનની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સ્વૈચ્છિક રીતે અંગદાન માટે સંમતિ આપી હતી.


  • Follow us on: