સુરત BRTS બસમાં વરસાદી પાણી ટપકતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સરથાણાથી કોસાડ જતી બસનો વીડિયો વાયરલ થયો છે. પેસેન્જરો બસમાં છત્રી ખુલ્લી રાખવા મજબૂર બન્યા હતા. BRTS બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા હતા. આ બસની છતમાંથી પાણી પડતાનો વીડિયો બસમાં બેસેલા લોકો દ્વારા ઉતારવામાં આવ્યો છે.
BRTS બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા
સુરતની 22નંબર રૂટ સરથાણા થી કોસાડ જતી બીઆરટીએસનો વીડિયો વાયરલ થયો છે. આ બસની છતમાંથી પાણી પડતાનો વીડિયો બસમાં બેસેલા લોકો દ્વારા ઉતારવામાં આવ્યો છે. પેસેન્જરો બસમાં છત્રી ખુલ્લી રાખવા મજબૂર બન્યા હતા. આ સરથાણાથી કોસાડ જતી બસનો વીડિયો હોવાનું કહેવાય રહ્યું છે. લોકોએ કહ્યું કે સુરત પાલિકા અહીંયા પણ ધ્યાન આપજો.
BRTSમાં પાણી ટપકવાનો વીડિયો
સરથાણા થી કોસાડ જતી BRTSમાં પાણી ટપકવાનો વીડિયો લોકો દ્વારા ઉતારવામાં આવ્યો છે. ચાલુ વરસાદમાં બસમાં પાણી પડતા લોકોને બસમાં પણ છત્રી ખોલવાના દિવસો આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. BRTS બસમાં પેસેન્જરો વરસાદી પાણીથી પલળ્યા હતા.









