સુરતના ગુનાખોરી પ્રવણ ગણાતા લિંબાયત વિસ્તારમાંથી પોલીસની એક મહત્વની સફળતા સામે આવી છે. સુરતમાં ગુનાખોરી પર લગામ કસવા અને શાંતિ જાળવવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી કડક કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન લિંબાયત પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં રાઉન્ડ પર હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા ત્રણ ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
જાહેર રોડ પર ઘાતક ચપ્પુ સાથે ઝડપાયા ત્રણ શખ્સો
પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કમરના ભાગે શંકાસ્પદ હલચલ દેખાતા આ ત્રણેય યુવકોને રોકીને તેમની કાયદેસરની અંગઝડતી લીધી હતી. તલાશી દરમિયાન આ ઇસમો પાસેથી ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના ઈરાદે છુપાવી રાખેલા ઘાતક ચપ્પુ મળી આવ્યા હતા. જાહેર માર્ગો પર હથિયારો લઈને ફરતા આ શખ્સો કોઈ મોટી લૂંટ, ચિલઝડપ કે હુમલાની વારદાતને અંજામ આપે તે પહેલા જ સતર્ક લિંબાયત પોલીસે તેમને રંગેહાથ દબોચી લઈને લોકઅપ ભેગા કરી દીધા છે.
