સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં નોનવેજ પાર્ટી યોજવાનો ગંભીર મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 342 અને 351 ના આચાર્ય પ્રભાકર યેલિગેટો (Prabhakar Yeligeti) દ્વારા આયોજિત 'ગેટ ટુ ગેધર' કાર્યક્રમમાં નોનવેજ ભોજન પીરસવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો.


[[$googlead]]


આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણ સમિતિની તાત્કાલિક કાર્યવાહી

આ ગંભીર ઘટનાને પગલે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક પગલાં લેતા શાળાના આચાર્ય પ્રભાકર યેલિગેટોને સસ્પેન્ડ કરી દીધા છે. શાળાને 'મા સરસ્વતીનું મંદિર' ગણવામાં આવે છે અને આવા પવિત્ર સ્થળે નોનવેજ પાર્ટીનું આયોજન કરવું એ ગંભીર શિસ્તભંગ ગણાયું છે.

[[$alsoread]]


આચાર્યનો ગોળગોળ જવાબ અને બહાના

નોનવેજ પાર્ટીના વિવાદ અંગે આચાર્ય પ્રભાકર યેલિગેટોએ મીડિયા સાથે વાતચીત કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે તેમના દ્વારા 'ગેટ ટુ ગેધર' કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ નોનવેજ અંગે તેમને પૂછવામાં આવતા તેમણે અજાણ બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બહારથી મંગાવ્યું હોય તો મને ખ્યાલ નથી.""પરીક્ષાના કારણે હું કામમાં વ્યસ્ત હતો." "ફાર્મહાઉસમાં જગ્યા ન હોવાથી સ્કૂલમાં કાર્યક્રમ કર્યો.""મારે જવાબ આપવાનો છે ત્યાં જવાબ આપી દઈશ."


શિક્ષણ મંત્રીનું કડક નિવેદન

આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ ગંભીર નોંધ લીધી હતી અને કડક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "શાળામાં આ રીતે કાર્યક્રમ કરી પાર્ટી રાખવી એ ગંભીર બાબત છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લઈ આચાર્યને સસ્પેન્ડ કર્યો છે. શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને સરસ્વતીના મંદિરમાં આચાર્ય દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવું એ શરમની બાબત છે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય શાળાઓને પણ આ ઘટના દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે આ રીતની પ્રવૃત્તિઓ શાળા પરિસરમાં ચલવી લેવામાં આવશે નહીં અને જો કોઈ આવું કૃત્ય કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: