સુરતમાં નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે મનપા સામે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ મનપાની કચેરી બહાર ધરણાં કર્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. અધિકારી સામે કાર્યવાહીની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ઘટનાને લઈને સુરત મનપાના ડેપ્યુટી મેયરે કહ્યું હતું કે, તપાસ બાદ કસૂરવાર અધિકારી સામે પગલાં લેવાશે. 


[[$googlead]]

યોગ્ય તપાસ માટે નિર્ણય કરવામાં આવ્યો

સુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ કહ્યું હતું કે, આ ઘટનાને લઈને ઔપચારિક બેઠક કરવામાં આવી છે. જેમાં પીડિતોને યોગ્ય ન્યાય મળે તેની ચર્ચા કરાઈ છે. આ મિટિંગમાં યોગ્ય તપાસ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ બાદ કસુરવાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. યોગ્ય લાગશે તો ફરિયાદ પણ કરવામાં આવશે. 

રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી

સુરતના કતારગામ વેડ દરવાજા નજીક આવેલા નાસીરનગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ લેખિત નોટિસ આપ્યા વિના જ એકાએક 100થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાનો વિવાદ હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. આ આખી ઘટના કોઈ સરકારી ઓર્ડર વિના જ 'મિસ્ટર ઈન્ડિયા' સ્ટાઈલમાં થઈ હોવાથી તેને 'ઘોસ્ટ ડિમોલિશન' તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિવાદના તાર હવે છેક સચિવાલય ગાંધીનગર સુધી જોડાતા રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને ગુપ્ત રાહે તપાસના આદેશો છૂટ્યા છે.

[[$alsoread]]


આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે


  • Follow us on: