સુરત સિવિલમાંથી રેપનો આરોપી ફરાર થયો છે. આરોપીને લાજપોર જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે ખેંચ આવતા ઢળી પડ્યો હતો. ઇમરજન્સી વિભાગમાં બળાત્કાર અને પોક્સોના ગુનાના આરોપીને સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસ જાપ્તાના કર્મીઓની નજર ચૂકવીને ફરાર થયો. જેના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સિવિલમાંથી રેપનો આરોપી ફરાર થયો













