સુરતના રિંગરોડ પર વૃદ્ધની ક્રૂર હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કિન્નરી ટોકીઝ સામે બ્રિજ નીચે અજાણ્યા શખ્સે કાપડના ટુકડાથી ગળું દબાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહને લોખંડની જાળી સાથે બાંધી દીધો હતો.
હુમલાખોરના ડરથી પરિવાર ટોઇલેટમાં સંતાઈ જતાં વૃદ્ધ એકલા પડ્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે બનેલી આ ઘટનામાં હત્યારાએ અત્યંત ક્રૂરતા આચરી હતી,ભિખારી જેવા દેખાતા અજાણ્યા શખ્સે વૃદ્ધ પર હુમલો કરી કાપડના ટુકડાથી ગળું દબાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હતા.હત્યા બાદ હત્યારાએ મૃતદેહનું ગળું એ જ કાપડના ટુકડા વડે લોખંડની જાળી સાથે બાંધી દીધું હતું.મોડી રાત્રે હુમલાખોરના ડરથી સાથે સૂતેલો પરિવાર ટોઇલેટમાં સંતાઈ જતાં વૃદ્ધ એકલા પડ્યા હતા, જેનો લાભ ઉઠાવી આરોપીએ તેમની હત્યા કરી નાખી હતી.
