સુરત શહેર અને જિલ્લાના વાહનચાલકો તથા લાયસન્સ અરજદારો માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરત પાલ RTO દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, હવે સુરત RTO નો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક જાહેર રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. આ નિર્ણયથી જે અરજદારો પોતાની નોકરી, વ્યવસાય કે અન્ય કામકાજની વ્યસ્તતાને કારણે સામાન્ય કામકાજના દિવસોમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે સમય ફાળવી શકતા ન હતા, તેમને મોટી સુવિધા અને રાહત મળી છે.

રજા પાડ્યા વગર આપી શકાશે ડ્રાઈવિંગ ટેસ્ટ

સામાન્ય દિવસોમાં ટ્રેક પર અરજદારોનો ઘસારો રહેતો હોય છે અથવા કામકાજના લોકો રજા લઈને ટેસ્ટ આપવા માટે જતા હોય છે. હવે જાહેર રજાના દિવસોમાં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેવાથી લાયસન્સની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. આ સુવિધાનો લાભ લેવા માટે અરજદારોએ નિર્ધારિત ઓનલાઈન પ્રક્રિયા મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે.

A commendable initiative by Surat Pal RTO

સુરત પાલ RTO દ્વારા અરજદારોને અપીલ

સુરત પાલ RTO તંત્ર દ્વારા અરજદારોને અપીલ કરવામાં આવી છે કે જેમને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનો બાકી હોય તેઓ નિયત ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની અનુકૂળતા મુજબ સ્લોટ અને એપોઈન્ટમેન્ટ બુક કરાવીને આ નવી સુવિધાનો મહત્તમ લાભ લે. આ પગલાંથી અરજદારોના સમયની બચત થશે અને લાયસન્સ મેળવવાની કામગીરીમાં સુગમતા આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો