સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વિદેશી દારૂના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સચિન GIDC પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે સફળ દરોડો પાડીને મહિલા બુટલેગર મછીબેન ખલાસીને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી રૂ. 26,000 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક જ પોલીસ સ્ટેશનમાં 22 વખત પકડાઈ મહિલા
પોલીસ તપાસમાં આ મહિલા આરોપી અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. મછીબેન ખલાસી નામની આ મહિલા વર્ષ 2015 થી લઈને અત્યાર સુધીમાં માત્ર સચિન GIDC પોલીસ સ્ટેશનમાં જ દારૂના ગુનાઓમાં ૨૨ વખત ઝડપાઈ ચૂકી છે. અગાઉ અનેકવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ હોવા છતાં આ મહિલા બુટલેગરે દારૂનો ગેરકાયદે વેપાર બંધ કર્યો નથી અને સતત ગુનાહિત પ્રવૃત્તિ આચરતી રહી છે.
