સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આર્થિક સંકડામણ અને મંદીના માહોલ વચ્ચે વધુ એક વેપારીએ કાળઝાળ પગલું ભરી લીધું છે. સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા અને હીરાનો ધંધો કરતા 36વર્ષીય યુવાન જૈન હીરા વેપારીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર રત્નકલાકાર અને વેપારી આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આર્થિક તકલીફના કારણે ભયભીત થઈને ભર્યું અંતિમ પગલું

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક 36 વર્ષીય જય મેહતા સગરામપુરા વિસ્તારમાં રહીને હીરાનો વેપાર કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી ધંધાકીય ક્ષેત્રે અથવા અન્ય કારણોસર આર્થિક તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આર્થિક ભારણ વધી જવાના કારણે માનસિક તણાવમાં આવેલા જય મેહતાએ આ કઠોર પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પત્ની સાથેના છેલ્લા કોલમાં કહ્યું, "હું નાવડી ઓવારે બેઠો છું"

ઘટનાના દિવસે આપઘાત કરતા પહેલા મૃતકે પોતાની પત્ની સાથે ફોન પર વાતચીત કરી હતી. છેલ્લા ફોન કૉલ દરમિયાન તેમણે પત્નીને જણાવ્યું હતું કે, "હું નાવડી ઓવારે બેઠો છું..." આટલું કહીને ફોન બંધ કરી દીધા બાદ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. બાદમાં તાપી નદી કિનારેથી તેમની વિગતો સામે આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તાપી નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોત અથવા આત્મહત્યાના કારણો અંગે ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી છે કે આ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો