કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી સાથે થયેલી રૂ. ૨૧.૮૬ લાખની છેતરપિંડીનો ઉકેલ લાવવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ સલાબતપુરાના એક ટેક્સટાઇલ વેપારી પાસેથી મોટી માત્રામાં રૂ. ૨૧.૮૬ લાખની કિંમતની સાડી ખરીદી હતી.
ઠગાઈ આચરનાર 2 વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયા
માલ મેળવી લીધા બાદ આરોપીઓએ નિયત સમયમર્યાદામાં વેપારીને નાણાં ચૂકવ્યા ન હતા. વેપારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા અને પોતાના વેપારધંધા બંધ કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા હતા. આ અંગે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
