સુરત જિલ્લાની ખેડૂતોની જીવાદોરી સમાન 'સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.' (સાયણ સુગર ફેક્ટરી) એ રાષ્ટ્રીય સ્તરે સુરત જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નવી દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. (NFCSF) ના વાર્ષિક સમારોહમાં સાયણ સુગરને ગૌરવપૂર્ણ પુરસ્કારથી એનાયત કરવામાં આવી છે.
સાયણ સુગરનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વહ્યું
સાયણ સુગરને વર્ષ 2025-26 ની સિઝન દરમિયાન 'ઉચ્ચ પુનઃપ્રાપ્તિ ક્ષેત્ર' માં શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન માટે સમગ્ર દેશમાં ત્રીજો નંબર પ્રાપ્ત થયો છે. આ પુરસ્કાર માજી ચેરમેન રાકેશ પટેલના કાર્યકાળ દરમિયાન કરાયેલા શ્રેષ્ઠ વહીવટી અને નાણાકીય સંચાલનની સફળતા દર્શાવે છે.
