સુરત DEO દ્વારા શહેરની તમામ શાળાઓમાં નશાબંધીના નિયમોનો કડક અમલ કરાવવા માટે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.હવે દરેક શાળા કેમ્પસની આસપાસના 500 મીટર વિસ્તારને અધિકૃત રીતે નશામુક્ત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.તમામ શાળા સંચાલકોએ પોતાના સંકુલની બહાર આ અંગે સ્પષ્ટ સાઇનબોર્ડ લગાવવાના રહેશે.અગાઉના નિયમો અનુસાર શાળા પરિસરની આસપાસ માત્ર 100 મીટર સુધીના વિસ્તારને જ નશામુક્ત ઝોન તરીકે ગણવામાં આવતો હતો.જોકે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મર્યાદા વધારીને હવે સીધી 500 મીટર સુધી વિસ્તારી દેવામાં આવી છે.
500 મીટરનો વિસ્તાર નશામુક્ત ઝોન જાહેર
તમામ શાળાઓએ આ નિયમનું પાલન થાય તે જોવાનું રહેશે.વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના દૂષણથી દૂર રાખી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ આદેશના ભાગરૂપે શાળા સંચાલકે પોતાની શાળાના મુખ્ય પ્રવેશદ્વાર અને બહારના ભાગે સ્પષ્ટ રીતે વંચાય તેવા મોટા સાઇનબોર્ડ લગાવવાના રહેશે.આ સાઇનબોર્ડ પર શાળાની આસપાસનો 500 મીટરનો વિસ્તાર નશામુક્ત ઝોન જાહેર થયેલો હોવાની સ્પષ્ટ માહિતી દર્શાવવાની રહેશે.જેથી સામાન્ય નાગરિકો,દુકાનદારો તેમજ મુલાકાતીઓને પણ આ નિયમ અંગે ત્વરિત ખ્યાલ આવી શકે.તમામ શાળા સંચાલકોએ આ સાઇનબોર્ડ પોતાના ખર્ચે અને જાતે જ લગાવવાના રહેશે તેવી સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે.
