સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ડાયમંડ સીટી સુરત શહેરમાં તસ્કરો તહેવારનો લાભ લઈ તરખાટ મચાવી રહ્યા છે. તસ્કરોએ શહેરમાં અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલમાં લૂંટ ચલાવી. મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં કરી ચોરી. ગણેશ પંડાલમાં ફક્ત ચોરીથી ના અટકતા તસ્કરોએ મૂર્તિઓ પણ ખંડિત કરી. ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા અને પંડાલોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘટનાની પોલીસને જાણ કરાઈ.


[[$googlead]]

સુરતમાં ગણેશ પંડાલમાં તસ્કરોએ કરી લૂંટ

પોલીસે મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં થયેલ ચોરીને લઈને કડક તપાસ હાથ ધરી. ગણેશ પંડાલમાં ચોરી થયાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંડાલ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં પંડાલમાં કરાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી. પોલીસે ગણેશ પંડાલની ચોરીમાં તત્કાલ એકશનમાં આવતા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.  CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની ઓળખ કરી. દરમિયાન સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દા માલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી.

સુરતમાં જુદી-જુદી થીમ પર ગણેશ પંડાલો

મહત્વનું છે કે સુરત સહિત રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરમાં અલગ-અલગ થીમ પર પંડાલો બનાવવામાં આવ્યા છે. શહેરભરમાં 1 લાખથી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. શહેરમાં પ્રતિષ્ઠિત ગણેશ પંડાલો દ્વારા 100 કરોડથી લઈને 65 લાખ સુધીનો વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે. ડાયમંડ સીટી સુરતમાં ગણેશોત્સવ તહેવારને લઈને આ વર્ષે જુદી-જુદી થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા. કયાંક ગંભીરા બ્રિજ અકસ્માતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો તો મોટા વરાછાનો પંડાલ દેશભક્તિથી રંગાયો. વરાછાના એક પંડાલમાં આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની જીત "ઓપરેશન સિંધુર" થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો. તો શહેરમાં એક એવો પણ અનોખો પંડાલ છે જે “શ્રીફળવાળો ગણેશજી” તરીકે જાણીતો છે. આ પંડાલને લઈને માન્યતા છે કે અંહી પોતાની ઇચ્છા ગણેશજીને કહેવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતા નાળિયેર ચઢાવવાની પરંપરા છે.

[[$alsoread]]
  • Follow us on: