સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીનું પનીર અખાદ્ય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગત 7 નવેમ્બરના રોજ સુરભી ડેરીમાંથી ફૂડ સેફ્ટી વિભાગે જે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપ્યો હતો, તેના સેમ્પલિંગનો રિપોર્ટ હવે સામે આવ્યો છે.
મિલ્ક ફેટની માત્રામાં મોટો ઘટાડો
પનીરના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે દર્શાવે છે કે પનીર ફૂડ સેફ્ટીના નિર્ધારિત માપદંડો પર ખરું ઉતરતું નથી. રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પનીરમાં મિલ્ક ફેટની માત્રા ખૂબ જ ઓછી હતી. નિયમો મુજબ પનીરમાં મિલ્ક ફેટની માત્રા 50 ટકા હોવી જોઈએ. આ પનીરમાં મિલ્ક ફેટની માત્રા માત્ર ૩૫ ટકા જ મળી આવી છે. મિલ્ક ફેટની આટલી ઓછી માત્રા સૂચવે છે કે પનીર બનાવવામાં કોઈક અખાદ્ય (non-eligible) તેલ અથવા સસ્તા ખાદ્ય તેલનો ઉપયોગ થયો હોવાનું અનુમાન છે, જેના કારણે તે નકલી અને ભેળસેળયુક્ત સાબિત થયું છે.










