સુરતના ઉન પાટિયા વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. તિરુપતિ નગરમાં રહેતો 13 વર્ષીય કિશોર એક બિલ્ડિંગ પરથી બાજુમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદકો મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતાં તે ત્રીજા માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો.

લોખંડનો સળિયો કિશોરની ગરદનના ભાગેથી ઘૂસી ગયો

નીચે પટકાતાં જ નિર્માણાધીન સ્થળે રહેલો લોખંડનો સળિયો કિશોરની ગરદનના ભાગેથી ઘૂસી ગયો હતો અને મોઢામાંથી આરપાર નીકળી ગયો હતો. ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કિશોર ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો 

મૂળ બિહારનો નાઝીસ નામનો આ 13 વર્ષીય કિશોર ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. ગરદનમાં લોખંડનો સળિયો ફસાયેલો હોવાથી સારવાર તબીબો માટે અત્યંત પડકારજનક હતી. સળિયો બહાર કાઢવાની પ્રક્રિયામાં સહેજ પણ ચૂક ગંભીર પરિણામ લાવી શકે તેવી સ્થિતિ હતી.

https://twitter.com/sandeshnews/status/2092510321273618572  


કિશોરનો જીવ બચાવવામાં સફળતા મળી 

તબીબોની ટીમે કિશોરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જટિલ સર્જરી હાથ ધરી હતી. સફળ સર્જરી બાદ ગરદન અને મોઢાના ભાગેથી આરપાર થયેલો લોખંડનો સળિયો દૂર કરવામાં આવ્યો હતો. તબીબોની સમયસરની અને સફળ સારવારને કારણે કિશોરનો જીવ બચાવવામાં સફળતા મળી છે.  


 આ પણ વાંચો  :     Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ