સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલી સરસ્વતી બિલ્ડિંગમાં ગંભીર દુર્ઘટના બની છે. બિલ્ડિંગના ચોથા માળનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં તેની નીચે એક 18 વર્ષનો યુવક દબાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ કાટમાળ હટાવીને સ્લેબની નીચે દબાયેલા યુવકને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી.

યુવકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ 18 વર્ષના યુવકને સ્લેબ નીચેથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આલોક રતનનું ઘટનામાં મોત

હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ આલોક રતન નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

ઘટનાને પગલે તપાસ શરૂ

અશ્વની કુમાર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બિલ્ડિંગનો સ્લેબ કયા કારણોસર ધરાશાયી થયો અને ઘટનાની પાછળ કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.


આ પણ  વાંચો   :   New Delhi: જો જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામુ નહીં આપે તો જંતર મંતર 2.0 શરુ કરવાનું CJPનું એલાન