સુરત શહેરના લોકોનો સૌથી પ્રિય અને લોકપ્રિય તહેવાર એટલે કે 'ચંદીપડવો', અને આ પર્વ નિમિત્તે સુરતીઓ હજારો ટન ઘારીની ઝાપટ બોલાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સુરતની આગવી ઓળખ સમાન ઘારીના તહેવારને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતીઓ મીઠાઈની દુકાનો પર લાંબી કતારો લગાવીને પોતાની મનપસંદ ઘારીની ખરીદી કરી રહ્યા છે, અને આ સ્વાદિષ્ટ મીઠાઈ વિદેશોમાં પણ ખાસ મોકલવામાં આવે છે.

વિવિધ ફ્લેવર્સ અને સ્પેશિયલ ગોલ્ડ ઘારીનું આકર્ષણ

આ વર્ષે સુરતની બજારમાં ઘારી અનેક નવા અને આકર્ષક ફ્લેવર્સ સાથે ઉપલબ્ધ છે, જેમાં બ્લુબેરી ઘારી, ચીકુ ચોકલેટ, અંજીર અખરોટ, કલકત્તી પાન મસાલા, બદામ પિસ્તા, કેસર પિસ્તા અને કાજુ મેંગો જેવા વૈવિધ્યસભર સ્વાદો ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌથી મોટું આકર્ષણ 'ગોલ્ડ ઘારી' બની છે, જેના એક કિલોના 1 કિલોના ભાવ પૂરા 21,000 રૂપિયા સુધીના છે. આ વિશેષ ઘારી જોવામાં અને બનાવટમાં અત્યંત સમૃદ્ધ હોવાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.


https://x.com/sandeshnews/status/2114001698058650020?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114001698058650020%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


મોંઘવારીની અસર: ગત વર્ષ કરતાં 40 ટકાનો ભાવ વધારો

એક તરફ ચંદીપડવાના તહેવારનો ઉમંગ છે, તો બીજી તરફ મોંઘવારીની સીધી અસર ઘારીના ભાવ પર પણ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘારીના ભાવમાં આશરે 40 ટકા જેટલો મોટો ભાવ વધારો નોંધાયો છે. તેમ છતાં સુરતીઓની ઘારી ખાવાની પરંપરા અને ઉત્સાહમાં જરાય ઘટાડો થયો નથી. સુરત જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ખાસ ઘારી ખરીદવા માટે સુરત આવી રહ્યા છે અને આ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો