સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં આવેલા એક વિધર્મી વૃદ્ધ દ્વારા જાહેરમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. દાદાની ઉંમરના વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી આ અશ્લીલ હરકતથી યુવતી ચોંકી ઉઠી હતી અને તેણે તરત જ તેનો વિરોધ કરીને બુમાબુમ કરી મૂકી હતી. યુવતીના આક્રોશને જોઈને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર ભેગા થઈ ગયા હતા.
યુવતીએ 112 પર કોલ કરીને બોલાવી પોલીસ
યુવતી સાથે થયેલી છેડતીની ઘટનાની જાણ થતાં જ આસપાસમાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં વિકૃત હરકત કરનાર વિધર્મી વૃદ્ધને લોકોએ મેદાનમાં જ ઘેરી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન હિંમત દાખવીને પીડિત યુવતીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી પોલીસ કંટ્રોલ રૂમની ટીમ તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
