સુરત સાયબર ક્રાઈમ શેલે શેરબજારમાં ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ બોગસ લિંક મોકલીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગનું નેટવર્ક દેશના 20 જેટલા રાજ્યોમાં ફેલાયેલું હતું અને અત્યાર સુધીમાં 338 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
બોગસ લિંક અને ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન
આરોપીઓએ 'SBI ULTRA' સહિતની બે અલગ-અલગ બોગસ લિંક બનાવીને એક સુરતી વેપારી પાસે 24 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કર્યા બાદ રૂપિયા વિડ્રો કરવા ન દેતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કેસનો માસ્ટરમાઇન્ડ લિથુઆનીયાની યુનિવર્સિટીનો સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, જે દુબઈ સ્થિત ચાઇનીઝ ગેંગના સીધા સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતો હતો.
