અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ. એરઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણમાં મેઘાણીનગરના ગીચ વિસ્તારમાં નીચે પડતા મોટી દુર્ઘટના બનવા પામી. આ ઘટનામાં મૃત્યુઆંક 267 સુધી પહોંચ્યો છે અને હજુ પણ અનેક લોકો ગુમ થયા છે તેમની શોધ કરવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ વિમાનમાં ટેકનીકલ ખામી હોવાનું પ્રારંભિકપણે માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ફરી ગુજરાતમાં એરઇન્ડિયાના વિમાનમાં ખામી હોવાનું સામે આવ્યું છે.
એન્જિનમાં ખામીના કારણે પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારાયા
અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે AIની એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં ખામી હોવાના કારણે પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારાયા. સુરતમાં એરઇન્ડિયાની બેંગકોક-સુરત ફલાઈટ શુક્રવારે બેંગકોકથી સાંજે 04:45 વાગે ટેકઓફ થવાની હતી. પ્રવાસીઓ એરપોર્ટ પર બોર્ડિંગ પાસ કરાવવાની પ્રક્રિયા બાદ વિમાનમાં બેસી ગયા હતા. દરમિયાન AI એક્સપ્રેસના બોઇંગ-737-મેક્સ-8 ની ફલાઈટના એન્જિનમાં મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું. જેના બાદ પ્રવાસીઓને ટર્મિનલ પર વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા.
ફલાઈટ ટેક ઓફ ના થતા મુસાફરો રઝળ્યા
અમદાવાદ દુર્ઘટનાના સમાચાર બાદ વધુ રિસ્ક ના લેતા પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારી ટીમ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયાસ કરાયા.પરંતુ AI એક્સપ્રેસના બોઇંગ-737-મેક્સ-8 પ્લેનમાં એરપોર્ટ ટીમ દ્વારા એન્જિન સુધી ખામી દૂર કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી. મોડી રાત સુધી એન્જિનની થ્રસ્ટની ખામી ના દૂર થતા ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. AI એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઇંગ-737-મેક્સ-8 એરક્રાફ્ટને ઉપયોગ કરે છે. ટેક્નિકલ ખામીના કારણે ફલાઈટે ઉડાન ના ભરતા તમામ પેસેજન્જરોનો પ્રવાસ બગડયો. અમદાવાદ દુર્ઘટનાને પગલે મોડે મોડે DGCA જાગ્યું અને હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓને સુરક્ષાને લઈને ગાઈડલાઈન જારી કરી.