સુરતમાં શિક્ષણને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારના એન્જોય ક્લાસીસના શિક્ષકે ભણવા આવતી 15 વર્ષની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. વહેલી સવારે શિક્ષકે વિદ્યાર્થીનીને ક્લાસીસમાં બોલાવી અડપલાં કર્યા હતા. વિદ્યાર્થીનીએ આ વાતની જાણ પરિવારને કરતાં પરિવારે શિક્ષક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે શૈતાન ટ્યુશન શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.


[[$googlead]]

વહેલી સવારે ટ્યુશન પર બોલાવી કર્યા અડપલાં

મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં સંજય નગર સર્કલ પાસે એન્જોય નામનું ટ્યુશન ક્લાસીસ ચાલે છે. ક્લાસીસમાં અનેક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભણવા માટે આવે છે. ક્લાસીસના શિક્ષક લલિત સોનારે વહેલી સવારે એક વિદ્યાર્થીનીને ભણવા અર્થે બોલાવી તેને સોફા પર સુવડાવી શારિરીક અડપલાં કર્યા હતા. આવું અપકૃત્ય કરતા વિદ્યાર્થિની ડરી ગઇ હતી અને ઝડપથી ત્યાંથી નીકળી પરિવાર પાસે પહોંચી હતી. અને આ આખી ઘટના પરિવારને જણાવી હતી. પરિવારે આ બાબતે લિંબાયત પોલીસ મથકમાં શિક્ષક વિરુધ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

શૈતાન ટ્યુશન શિક્ષકની કરતૂત

સ્માર્ટ સિટી સુરતમાં ટ્યુશન શિક્ષકની કરતૂત સામે આવી છે. ટ્યુશનમાં વહેલી સવારે સગીરા અને તેની ફ્રેન્ડને ભણવાના અર્થે બોલાવી હતી અને બાદમાં તેની ફ્રેન્ડને બહાર મોકલી દીધી હતી.અને સગીરાને હગ કરી ગમે તેમ અડપલાં કરવા લાગ્યો હતો. વિદ્યાર્થીનીએ આ વાત પરિવારમાં કહી અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં શૈતાન શિક્ષકને પકડી લીધો છે. આ સિવાય વિદ્યાર્થિની સાથે અનેક વખત અડપલાં કર્યા હોવાની વાત સામે આવી છે.શિક્ષક વાલીઓ બાળકોને સારાં ભણતર અર્થે શાળ સિવાય ટ્યુશન ક્લાસીસમાં મોકલતા હોય છે. પરંતુ અનેકવાર સામે આવતી ઘટનાઓ વાલીઓ માટે ચેતવણી રૂપ બની છે.


  • Follow us on: