સુરતમાં નેશનલ હાઇવે 48 પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કામદારોને લઈને જઈ રહેલા આઇશર ટેમ્પાનું રસ્તામાં અચાનક ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો હાઇવે પર પલટી મારી ગયો હતો. આ અચાનક બનેલી ઘટનાથી ટેમ્પામાં સવાર શ્રમિકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
કામરેજના ઘલા ગામથી ભરૂચ જઈ રહ્યા હતા કામદારો
મળતી વિગતો અનુસાર, આ આઇશર ટેમ્પામાં કુલ 17 જેટલા કામદારો સવાર હતા. આ તમામ લોકો કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતેથી લાઈટનો સામાન ભરીને ફિટિંગના કામ અર્થે ભરૂચ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે 48 પર કાળમુખો અકસ્માત નડ્યો હતો. ટાયર ફાટવાના કારણે ટેમ્પો પલટી જતાં સામાન અને શ્રમિકો રસ્તા પર પટકાયા હતા.

