ઉધના રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશ. બિહાર અને ઝારખંડની 7 ટ્રેન મારફતે અંદાજિત 11 હજાર મુસાફરો માદરે વતન ગયા હતા. આ સાથે જ 70 હજાર પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. બે દિવસ અગાઉ 7 હજાર જેટલા મુસાફરોએ જનરલ ટિકિટ પર બિહાર અને ઉત્તરપ્રદેશની યાત્રા શરૂ કરી હતી. જેમાંથી મોબાઈલ ટિકિટિંગની સંખ્યા 3000 છે. એટલે કે ક્લાર્ક દ્વારા 3000 મુસાફરોને પ્લેટફોર્મ અને હોલ્ડિંગ એરિયામાં ટિકિટ આપવામાં આવી હતી.


18 ઓક્ટોબરથી ટ્રેનમાં ભીડ બમણી થવાનો અંદાજ છે

બુધવારે પણ ડ્રોનની મદદથી મુસાફરોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી હતી. મોબાઈલ ટિકિટિંગને કારણે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટથી છુટકારો મળી ગયો હતો. મુસાફરો જયાં બેઠા હતા ત્યાં જ જઈને 6 ક્લાર્કે ટિકિટ ઈશ્યૂ કરી હતી. જેને કારણે પ્લેટફોર્મ તેમજ સ્ટેશન પરિસરમાં મુસાફરોની ભીડ પણ ઓછી થઈ ગઈ હતી. રેલવે તંત્રના અંદાજ પ્રમાણે 18મી ઓક્ટોબરથી ટ્રેનમાં બમણી ભીડ થવાની સંભાવના છે. 17 થી 20 ઓક્ટોબર સુધી ટ્રેનોમાં ભારે ભીડ થશે. દરમિયાન આ ભીડને પહોંચી વળવા માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

રેલવે લોન્ડ્રીનું પાણી રિસાઇકલ કરીને કોચ ધોવાના ઉપયોગમાં લેશે

સુરત રેલવે સ્ટેશન પર 60 એમ.એલ.ડી. ક્ષમતાવાળો રિસાઇકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. જેને કારણે લોન્ડ્રીના ઉપયોગમાં લેવાતું પાણી રિસાઇકલ કરી ટ્રેનના કોચની ધોલાઈમાં ઉપયોગ કરાશે. અત્યાર સુધી લોન્ડ્રીનું પાણી ગટરમાં છોડી મૂકવામાં આવતું હતું. પરંતુ હવે આ પાણી રિસાઇકલ કરીને કોય ધોવાના ઉપયોગમાં લેવાશે. જેને કારણે પાણીનો વેડફાટ ઓછો થશે.
  • Follow us on: