હજીરામાં રહેતા યુવકનું તાવની બીમારીમાં સપડાયા બે દિવસ બાદ તબિયત વધુ લથડતા સારવારમાં મોત થયું હતું. આ સહિત ત્રણ લોકોના ઝાડા-ઊલટી અને તાવની બીમારીમાં સપડાયા બાદ સારવાર દરમિયાન મોત થયું છે, બનાવની વિગત પ્રમાણે પહેલા બનાવમાં હજીરા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ પાર્ક-ર પાસેના મોરા ટેકરામાં રહેતા 35 વર્ષીય સુસેન સુકુમાર બે બીમારીમાં દિવસથી તાવની બીમારી સપડાયા હતા.


[[$googlead]]

અમરોલી અને હજીરામાં રોગચાળો વકર્યો

બીજા બનાવમાં હજીરા વિસ્તારમાં આવેલ સુવાલી નજીક એલએન્ડટી કોલોનીમાં રહેતા અમરોલીના યુવક અને હજીરાના બે યુવકો સપડાયા હતા જેમનું સારવાર દરમિયાન મોત થયું છે, 50 વર્ષીય પરશુરામને ઝાડા-ઉલટીની બીમારી થઈ હતી. ૧૫ ઓક્ટોબરને સવારના સમયે વધારે પડતી તબિયત લથડતા તેને સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય બનાવમાં અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં રહેતો 30 વર્ષીય સંજય રમેશભાઈ પરમાર એકલો રહેતો હતો. પોતે 20 દિવસથી બીમારી હોઈ અને અઠવાડિયાથી તેણે આહાર પણ લીધો ન હતો.

ફટાકડાના ધુમાડાથી બચવા તબીબોની અપીલ

રોગચાળાની આ સ્થિતિમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના ધુમાડાથી સ્વાસ્થ્ય વધુ જોખમાય નહીં તે માટે તબીબોએ નીચે મુજબની અપીલ કરી છે: ફટાકડા ફૂટતા હોય તેવા સ્થળોએ વડીલો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અસ્થમાના દર્દીઓ: ફટાકડાનો ધુમાડો અસ્થમા (દમ)ના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવા દર્દીઓએ ધુમાડાથી બચવા માટે સાવચેતી રાખવી અને દવાઓ નિયમિત લેવી. વૃદ્ધોએ શક્ય હોય તો ફટાકડાના ધુમાડાથી બચવા માટે માસ્ક પહેરવો જોઈએ, કારણ કે ધુમાડો શ્વસનતંત્રને સીધું નુકસાન પહોંચાડી શકે છે. તબીબોએ લોકોને હાલની સ્થિતિમાં બેવડી ઋતુ અને પ્રદૂષણ બંનેથી બચવા માટે પૂરતી કાળજી લેવા ભારપૂર્વક જણાવ્યું છે.

[[$alsoread]]

સુરતમાં શરદી, ખાંસી અને તાવના દર્દી 30 ટકા વધ્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં કાર્યરત તબીબો (જનરલ પ્રેક્ટિશનર)ને ત્યાં પણ છેલ્લા એક પખવાડિયામાં શરદી, ખાસી, તાવના દર્દી ૩૦ ટકા વધ્યા છે. સામાન્યપણે ૫૦ દર્દી આવતા હોય તો હાલમાં તે વધીને 70 થી 80 થઇ ગયા છે. તેમાં શરદી, ખાસી, તાવ, માથાનો દુખાવો, શરીરમાં કમજોરીના કિસ્સા વધ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી વાયરલના ૯૦ ટકા કેસ આવી રહ્યા છે.


  • Follow us on: