ઉધનાથી બ્રહ્મપુર વચ્ચે શનિવારથી અમૃત ભારત ટ્રેન દોડાવવામાં આવનાર છે. મુસાફરી દરમિયાન તકલીફ નહીં પડે તેવી તમામ બાબતોનુ ખાસ ધ્યાન રાખીને ટ્રેનના કોય તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ફ્રિઝ, ઓવન, વોટર પ્યુરીફાયર ઉપરાંત ચાર્જીંગના પણ વધુ પોઇન્ટ આપવામાં આવ્યા છે. આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ફ્લેગ ઓફ આપી રવાના કરવામાં આવનાર છે.
સુરતથી ઓરિસ્સા જતા મુસાફરોને દિવાળી પહેલા મળી મોટી ભેટ
રોજ આ ટ્રેન ઉધના સ્ટેશથી સવારે 7.10 કલાકે રવાના થશે અને બીજા દિવસે બપોરે 1.55 કલાકે બ્રહ્મપુર પહોંચશે, તેમજ પરત ફરતી વેળા બ્રહ્મપુરથી રાત્રે 11:45 કલાકે ઉપડશે અને 33 કલાકની સફર કાપી બીજા દિવસે વહેલી સવારે 8.45 કલાકે સુરત પહોંચશે, ઓરિસ્સાથી કામ-ધંધે અર્થે આવીને સુરત વસેલા ઓરિસ્સાવાસીઓની સંખ્યા ખૂબ મોટી છે તેઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ છે.
આ ટ્રેનમાં ખાસ સિસ્ટમ ઇમર્જન્સી પેસેન્જર ટેલ્ક બેક ટ્રેન ગાર્ડ યુનિટ છે
ઇમર્જન્સી પેસેન્જર ટેલ્ક બેક ટ્રેન ગાર્ડ યુનિટ સિસ્ટમ જે ગુજરાતમાંથી ઉપડતી લાંબા અંતરની પહેલી ટ્રેનમાં પેહલી વખત લાગવામાં આવી છે,
કોઈક વખત ટ્રેનમાં પાણી, એસી, મેડિકલ , કાંતો કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ ત્વરિત મળશે અને આ ઇમરજન્સી પેસેન્જર ટેલ્ક બેક ટ્રેન ગાર્ડ યુનિટ થકી થઈ શકીશે, આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમૃત ભારત ટ્રેનની વિશેષતા
01-આ ટ્રેનમાં બન્ને બાજુ એન્જિન આપેલા છે
02-130 કિમી પ્રતિની ઝડપે આ ટ્રેન દોડશે
03-1500 કરતા વધુ મુસાફરો આ ટ્રેનમાં બેસી શકશે એટલી કેપેસિટી છે
04-આ ટ્રેન પાંચ રાજ્યોને જોડતી ટ્રેન છે એટલે મુસાફરોને પણ રાહત મળશે
મુસાફરોને આ ટ્રેનમાં આટલી સુવિધા મળશે
01-અગ્નિ-પ્રતિરોધક બેઠકો અને બર્થ
02-વ્યક્તિગત બોટલ હોલ્ડર્સ
03-USB ટાઇપ-A અને C પોર્ટ સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ
04-સ્લીપર કોચમાં ફોલ્ડેબલ નાસ્તાની ટ્રે
05-સંપૂર્ણ ઊંચાઈ બેંકરેસ્ટ
06-ઊર્જા-કાર્યક્ષમ LED કોરિડોર લાઇટિંગ, સતત રોશની
07-રાત્રિના સમયે દૃશ્યતા માટે રેડિયમ ફ્લોરિંગ સ્ટ્રીપ્સ
08-નોન-એસી LHB કોચમાં પ્રથમ પ્રકારના અગ્નિ-પ્રતિરોધક મોડ્યુલર શૌચાલય









